Baa!
એકવાર બાને મે એમના જ વિશે તો નહી પરંતુ મારી સામાન્ય અનૂભુતી જે એમની સાથે સંકળાયેલી છે એ લખેલુ બતાવ્યુ ત્યાં બા બોલ્યા : તુ અંગ્રેજી ભણે છોને?ગુજરાતીમા નથી લખ્યુ ?
મે કીઘુ તમે શીખવ્યુ તો તમારી હોવાની અનૂભુતી તો ગુજરાતીમા જ લખુને. લખીશ ચલો.
ગુજરાતીની ફુલપાંદડીમાં શબ્દો દ્વારા કક્કો પાકો કરાવતા અને હું કેટકેટલુય વાંચી નાખતી અને એ સમયથી લઈ મારા English Literature ના Post-Negritude Research અને કોલેજના વિદ્યાર્થીઓને Business Communication ભણાવવા સુઘીના સમયમાં ભાષાનું યોગદાન તો આંકી જ ના શકાય. આખા જીલ્લામા એટલેકે ઘરમા આવે ઈ ઉધાર ને જાય એ જમા વાણિજ્ય ભણેલો વગૅ અને હું નવીનવાઈની English Literature વાળી.
બાને જોઈને એવુ લાગે કે એક સમગ્ર અને સાબુત જીવન આવી પહોંચયુ છે એક માણસ પાસે એની વૃદ્ધ અવસ્થામા. મારા આ વિચાર કે સમજમા જો મુખ્ય પાત્રની ભુમીકા કોઈ ભજવતુ હોય તો એ ‘જીવન’ છે. માણસ નામનું તત્વ જીવન જીવે એવુ આપણે ત્યાં સામાન્ય રીતે માનવામાં આવે છે પણ કોઈએ એ સમજવાની કદાચ તો અનુભૂતી નઈ કરી હોય કે એક ‘જીવન’ પણ માણસ ને જીવી જાણે છે.(Man lives a life but a life also lives man.) આ બીચારૂ જીવન શું માણસ ને જીવીને થાકતુ નઈ હોય ? કારણ એ છે કે જીવનના કેટલાય સ્વરુપ એક માણસ બદલે છે એ પણ એની સમજ મુજબ. જીવન પણ માણસના બદલાવ અને કાયાપલટ જોઈને એના તરંગી અને અસમકેન્દ્ર વ્યક્તિત્વ વિશે સવાલ કરતુ હશે. જીવન કે છે હું કયાં બદલાવ છુ, તુ મને બદલાવે છે અને એ બદલાવ કે વૈવિધ્યમા 'સમય' તારો સાથ આપે છે. તારો ઉછેર બાળકની અવસ્થા પછી તો તુ ખુદ જ કરે છે અને એ ઉછેર એ માણસ તુ આ 'જીવનનો’ એટલેકે મારો કરે છે. શું હું જીવન તને આકાર આપુ છુ કે તારુ ઘડતર કરુ છુ કે એક માણસ નામના તત્વ તરીકે તુ આ જીવનનુ એટલેકે મારુ ઘડતર કરે છે?
બાનો ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો પ્રેમ, આંખો બંઘ કરી ને પણ જીવન વિશે વીચારતા બાના ચહેરાનું થોડુ હાસ્ય મને ઘણું કહી જાય છે.
ऐ ज़िन्दगी गले लगा ले
हमने भी तेरे हर इक गम को
गले से लगाया है
है ना?
આ શબ્દોનું ઉલટુ સ્વરુપ જો જોવુ હોય તો એ સત્ય ખરા અથૅમા તો જીવન માણસને અવારનવાર પ્રોત્સાહિત કરીને પ્રેમ પણ કરતુ હોય છે અને સારાનરસાનો ખ્યાલ પણ આપતુ હોય છ એવો થાય છે.
સુચવતુ હોય છે કે તમે મને જીવ્યા, અનુભવ્યા પણ હું અને મારુ આ અસતિત્વ એ તમારી જ ભેટ છે જે કદાચ હું તમને પરત આપુ છુ અને ખરા અથૅમા તો મે તમને એક માણસ તરીકે ઘણા જીવ્યા છે.
બાને જોઈને લખવાની અનૂભુતી તો ખાસ એટલ કે બાની જેવુ નસીબદાર થવુ એ વીચારી ના શકાય. પાંચ દિકરા અને બે દિકરી, પાંચ દિકરાને ત્યાં પણ પાંચ દિકરા અને બે દિકરી. મારી અને બાની સરખામણી તો એટલે કે જો બા આખાય જિલ્લામા મોટા તો હું સૌથી નાની. બાની વૃધ્ધાવસ્થાનું તરંગીપણું મને કંઇક અંશે પુખ્ત અને પરીપક્વ બનાવતુ રહ્યુ છે. આ દુનિયામા એક મોટી બીમારી છે ‘maturity.’
બધાને ‘બાળક’ કરતા ‘હું mature છુ’ કહેવાનો અને બીજા પાસે બળજબરીપુવૅક એ વાતને મનાવડાવવાનો આગ્રહ રહ્યો છે જે આ શબ્દોની પરીભાષા અથવા સાર કેટલો ગહન છે એ સમજતા નથી . કયારેક પાંચ વષૅનુ બાળક પણ પરીપક્વતાનો અનુભવ કરાવતુ હોય છે તો કયારેક ઘરડુ માણસ પણ બાલ્યાવસ્થાનો પરીચય આપતુ હોય છે અને માણસ આ પરીપક્વતા ના સંઘષૅમાથી બાર આવતો નથી. ‘Child is the father of man’ ઘણીવાર આ ભાવનો ઉપયોગ કરી જાણીએ છીએ પણ એ બાબત સમજતા વષૉ નીકળી જાય છે એ આ 'જીવન' છે.
વૃધ્ધાવસ્થામા એક માણસ પાસે ‘જીવન’ આવી ઊભુ રહ્યુ છે.
જીવન:
તમે મને જીવો છો
મારા રંગો અનુભવો છો
અને વિચારી રહ્યા છો કે
હું ઇચ્છું છું કે તમે એ કરો.
પરંતુ મારા દ્વારા તમારી ઉત્પત્તિ નછી
ખરેખર,મને ઉત્પત્તિ આપવામાં આવી છે
જન્મની શરૂઆત સાથે અને
તમે મને દોષ આપો છો કે હું ઈરછુ છુ કે
તમે મારા રંગોનો અનુભવ કરો
એક મોટા નિર્દોષ અને સુસંવાદીત સમુદ્રમા
મારા પ્રપાત અને ચિત્રો સાથે
તમારા વર્ણનો અને પાત્રાલેખન દ્વારા.
હું 'જીવન' તરીકે સંબોધિત છુ.
મારો પ્રથમ સમાનાર્થી બાળપણ છે
કારણ એ છે કે
તમે જન્મ લીધા પછી તેમા દાખલ થાવ છો.
હું સમજવામા જટિલ છું!
મારો પ્રથમ સમાનાર્થી બાળપણ તમારી સાથે અંત પામે છે જેમ તમે બાળપણ સમાપ્તી બાદ પુખ્ત તરીકે વૃદ્ધિ પામો છો.
હું કેવી આશ્ચર્યજનક અનુભૂતી કરુ છુ
જ્યારે તમે કોઈ બીજાના સાથની રાહ જોશો
પુખ્ત બનવા માટે.
તમને લાગે છે કે તમે મને જીવી રહ્યા છો
પરંતુ મને લાગે છે કે હું તમને જીવુ છુ.
તમે જીવી રહ્યા છો
તમામ ઉંમરના
એકીકરણમાં,
દ્રષ્ટિ જકડી
બધા ચિત્રો સાથે લઈ,
માત્ર એજ क्षણે કારણકે તમે સક્ષમ બની રહ્યા છો
અનુભવી શકાય
કે સગીર વય શું છે.
તે વર્ણન કોઈ આવૃત્તિ નથી
પરિપક્વતામાં સંપૂર્ણતાની !
તમને અપરિપક્વતા લાગે છે
કારણકે તે સગીર વય છે.
તમને હિંમત મળી રહી છે
હસવા માટે
તમારી પોતાની ભૂલો પર,
અને આનંદ લઇ રહ્યા છો
તમારિ અદ્ભુતતામા
આનંદવિભોર થઇ રહ્યા છો કે
તમારુ અસતિત્વ કેમ આગળ ઘપાવવુ.
શું બાકી છે
તે ગુમ છે
જે કયારેય ઘ્યાનમા લેવામા આવ્યુ નથી,
છેવટે શું જોવામાં આવે છે અને પ્રાપ્ત થાય છે તે
સંપૂર્ણ પ્રયાસો સાથે માનસમા મુકવામા આવી રહ્યુ છે.
તમે મને સ્મિત સાથે જોઈ રહ્યાં છો,
મૂર્ખામીભયું હાસ્ય કરી રહ્યા છો સંપન્ન થવા તમારી જાતને સમજવા.
લોકો તમારી પાછળ દોડે છે
વિચારીને કે તમે એક બાળક છો
ઠંડી અડધી મૃત સ્મરણ શકિત સાથે
પરંતુ એ તમારી 'કિશોરાવસ્થા' છે વૃદ્ધાવસ્થામા
વૃદ્ધાવસ્થામાં 'બાળપણ' નહી.
જેમ આજે તમે
એક વયસ્ક તરીકે પ્રગતિ કરો છો
વિકસીત પામો છો એક સ્વઅનુભવી માણસ તરીકે,
તમારી પાસે જીવવા અને છોડી દેવાનું જીવન ટૂંકું છે!
અને એ અટલુજ સમાન છે જેવુ બાળપણ પછી એક બાળક પરિપક્વતા તરફ વૃદ્ધિ પામે છે અને
જીવન જીવવા માટે લાંબુ છે.
તમે હસો છો
કહીને
ત્યાં કોઈ વંધ્યત્વ નથી, ત્યાં કોઈ વયવૃદ્ધિ નથી
તે ચિંતન છે, સમજદારી છે
પણ તમે બાળક નથી,બા.
સૌથી નાના હોવાની ભુમીકા તો અસ્પષ્ટ છે.
પુખ્ત હોવામા પણ કિશોરાવસ્થા માનવામા આવે અને કિશોરાવસ્થામા પણ પુખ્ત થવાના પાઠ ભણવાતો પડે. આ સમયમાથી પસાર થઇ ગેયેલી ઘરમા સૌથી નાની આજે થોડાક અંશે ‘સો કોલ્ડ ઈકોનોમીકલી તથા સોશ્યલિ “ઈન્ડીપેન્ડન્ટ ઘર પણ સંભાળતી સત્યાવીશ વષૅની
અપરણિત દિકરી હું અને છ્યાશી વષૅના મારા બા વયની અને જીવનની અનૂભુતી કરતા એક આત્મીયતા અનુભવીએ છીએ.


Comments
Post a Comment